Skip to main content

Posts

Showing posts from March, 2017

New place to research on the hagiography "KATHANIDH GARVI GIRNAR"

Captured from Ambaji hill, 29th November 2016. Sources: Narottam palan Edited  by  Vishal Vanza , 4th march 2017. ભારતવર્ષ ના જૂનામાં જૂના ભૂસ્તરમાં ગિરનારની ગણના થાય છે. ૨૨ થી ૨૬ કરોડ વર્ષની એની ઉંમર છે. ભૂસ્તરની માફક જૂનામાં જૂની ભારતીય કથાવાર્તાઓના તંતુ પણ  ગિરનાર  સાથે જોડાયેલા છે. એક અનુમાન એવું છે કે છેલ્લા ૨૫ હજાર વર્ષ આપણા પૌરાણિક સાહિત્યના છે. આ સાહિત્યમાં જૂનામાં જૂની કથાઓ સૂર્યપરિવાર સાથે સંકળાયેલી છે.  ગિરનારનું એક નામ ‘રૈવંતગિરી’ સૂર્યનો અર્થ પણ ધરાવે છે.  વૈદિક ૠષિકથાઓમાંથી ભૃગુ અને ચ્યવન કથાઓ, મહાભારતની પાંડવકથા, કૃષ્ણકથા અને અશ્વત્થામાકથા, રામાયણની રામ-લક્ષ્મણ અને ‘હનુમાનધારા’ની કથાઓ તેમજ પુરાણોની શૈવકથા, શાક્તકથા, મૃગીકથા, મુચકંદકથા, રેવતીકથા અને ભૂતપ્રેત સંબંધી કાલી અને મહાકાલી કથાઓ, પાંડવગુફા અને કાલિકા, અનસૂયા સાથે સંબંધી કથાઓ – લગભગ પ્રત્યેક દેવીદેવતાઓની કોઇને કોઇ કથા ગિરનાર સાથે જોડાયેલી છે. યોગમાર્ગમાં જેની સર્વોચ્ચ દેવ તરીકે આગતાસ્વાગતા અને પૂજાઆરાધના રહે છે તે ભગવાન દત્તાત્રેય ગિરનારના કથાનિધિમાં કેન્દ્રસ્થાને છે. દત્ત જેમ યોગીના અને નાથના ગુર